ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક
એણે હળવે રહીને હાથ જોડયા. 'કોના આશીર્વાદથી આવી મોભાદાર નોકરી મળી છે એ તો ખબર નથી, પણ આ નોકરીમાં છેક સુધી આવી જ ખુમારી જળવાઈ રહે એવા આશીર્વાદ આપજો.'
'ભાઈબંધ થઈને છેતરે એ કઈ રીતે ચાલે? ચંદુડો તો એક નંબરનો ચિટર નીકળ્યો!' ચંદુડો એટલે ચંદ્રેશ. સાતમ-આઠમમાં બધા મિત્રો બાબુભાઈના બંગલામાં તીન પત્તી રમવા ભેગા થયા હતા, ત્યારે ચંદ્રેશની હાથચાલાકી પકડાઈ ગઈ હતી એટલે પરોઢિયે છૂટા પડતી વખતે બાકીના મિત્રો ચર્ચા કરી રહ્યા હતા.
'એ નાલાયક ગદ્દાર છે. મેં તો બાબુકાકાને ચોખ્ખું કહેલું કે ચંદ્રેશ ચિટરને આવવા ના દેતા, એમણે માન્યું નહીં ને અંતે પાનાં બદલતાં પકડાયો ત્યારે કાઢી મૂક્યો.'
'છળકપટથી પૈસા મેળવવામાં એની માસ્ટરી છે. પરમ દિવસે નફ્ફટની જેમ મને કહેલું કે દોસ્ત, મૂંડયા વગર મૂડીપતિ ના થવાય.'
'અજાણ્યાને મૂંડે તો વાંધો નહીં પણ રાત-દિવસ જોડે રહેનારા દોસ્તારો જોડે દગો કરે એ કેમ ચાલે?'
'ચંદુડાની ચર્ચામાં ટાઈમ બગાડવાને બદલે ઘર ભેગા થઈએ. બરાબર બાર વાગ્યે બધા અહીં આવી જજો.'
બાર વાગ્યે બધા મિત્રોએ બાબુભાઈના બંગલામાં તીનપત્તી શરૂ કરી ત્યારે ચંદ્રેશના ઘરમાં વાતાવરણ તંગ હતું.
'બેટા, પુરુષ ભૂલ કરે એમાં આટલો મોટો ઝઘડો ના કરાય.' કુસુમની ઉગ્રતા જોઈને લીલાબાએ સમજાવ્યું.
'તમે વચ્ચે ના બોલો, લીલાબા! તમને કંઈ ખબર નથી.' ધૂંધવાયેલી કુસુમે લીલાબાને અટકાવીને ચંદ્રેશ સામે જોયું. 'લાખ વાર કહેલું કે રસિકભાઈના ચાળે ના ચડતા.પણ માને કોણ?'
ડ્રોઈંગરૂમમાં પતિ-પત્ની ઉગ્રતાથી ઝઘડતાં હતાં. લીલાબા ત્યાં સોફા પાસે બેસીને મેથી ચૂંટી રહ્યા હતા. કુસુમે એમને સમજાવ્યું. 'આ માણસના ગોરખધંધા તમે નથી જાણતા. દીકરો માનીને ઉપરાણું ખેંચો છો પણ એની એ લાયકાત નથી. રસિકભાઈ કરોડપતિ છે. શેરના સટ્ટામાં દસ-વીસ લાખ ઓછા થાય તોય એમને કંઈ અડે એવું નથી. એમની વાદે આ સાહેબ સટ્ટો રમીને ફસાયા છે!' એના અવાજમાં પીડા ઉમેરાઈ.'કઈ રીતે ઘર ચલાવું છું એ તમારાથી અજાણ્યું છે? સાચું કહું છું, લેવાની જરાયે ઈચ્છા નથી હોતી પણ દર મહિને તમારા સાડા ત્રણ હજારથી ટેકો રહે છે. સટ્ટાના શોખમાં એ મને રસ્તે રઝળતી કરી દેશે.'
'શોખ નથી કર્યો, ભૂલ થઈ ગઈ.' ચંદ્રેશ ઢીલા અવાજે કરગર્યો. 'જિંદગીની આ પહેલી અને છેલ્લી ભૂલ માફ કરી દે. લીલાબાની હાજરીમાં વચન આપું છું કે ક્યારેય સટ્ટો નહીં રમું.'
એ લીલાબા પાસે નીચે બેસી ગયો.'બા! આ જોગમાયાને હવે તમે સમજાવો. મારા બાપાએ આપેલા વીસ તોલાના દાગીના ઘરમાં પડયા છે. એના ઉપર બૅન્કવાળા તરત પૈસા આપે. લોન લઈને એક વાર દેવું ચૂકવાઈ જાય તો ટેન્શન નહીં. લેણદારો જીવ લેવા બેઠા છે.'
આશાભરી નજરે એણે પત્ની સામે જોયું. 'દેવું તો દસ મહિનામાં ચૂકવાઈ જશે. ત્યાં સુધી દાગીના ઘરમાં રહે કે બૅન્કમાં રહે એમાં ફેર શું પડે?'
'દાગીનાને હાથ નથી અડાડવાનો..' છંછેડાયેલી કુસુમનો અવાજ ધ્રૂજતો હતો.'દેવું કર્યું છે તો ભોગવો. લેણદારોની ઉઘરાણીથી કંટાળીને તમારે જે કરવું હોય એ કરો. પંખે લટકો કે સાબરમતીમાં પડો તોય વાંધો નથી.' આટલું કહીને એણે રડવાનું શરૂ કરી દીધું.
લીલાબાએ ઊભા થઈને કુસુમના ખભે હાથ મૂક્યો. 'અરે ગાંડી, આવું ના બોલાય. ભીંસમાં આવેલા ધણીનો ભાર હળવો કરવાનો હોય કે એને ઉશ્કેરવાનો હોય? એ કંઈ આડુંઅવળું પગલું ભરે તો જિંદગીભરનો પસ્તાવો રહી જાય. મારી વાત સમજાય છે,બેટા?'
'સમજીને પણ શું કરવાનું?' મક્કમ રણકાર સાથે કુસુમે કહી દીધું. ' સો વાતની એક વાત. મારા દાગીના નથી આપવાની.'
લીલાબા ચિંતાતુર નજરે એ પતિ-પત્ની સામે તાકી રહ્યા. 'વડીલ તરીકે તમે જ સલાહ આપો. પંખે લટકું કે ટ્રેનના પાટે પડતું મૂકું?' દયામણી નજરે લીલાબા સામે જોઈને ચંદ્રેશે પૂછયું. અડધી મિનિટ સુધી લીલાબા મનોમંથનમાં અટવાયેલા રહ્યા.
'તારે કેટલાની જરૂર છે?' લીલાબાએ ચંદ્રેશની સામે જોયું. 'હું પંચોતેર વર્ષની અભણ વિધવા. એકની એક દીકરી જમાઈ સાથે બેંગલોર રહે છે. બેય નોકરી કરે છે. એના સાસુ-સસરા પણ સાથે રહે છે. એ જમેલામાં એ અજાણ્યા દેશમાં રહેવાનું મને ના ફાવે એટલે આ રીતે રહું છું એ તારાથી અજાણ્યું નથી. દીકરીએ પોસ્ટઑફિસમાં મારા નામે સાત લાખ જમા કરાવ્યા છે, એના વ્યાજમાંથી તમને દર મહિને સાડા ત્રણ હજાર આપું છું. દીકરીએ તો રમેશભાઈને ત્યાં આ રીતે રહેવાની ગોઠવણ કરેલી પણ એ વસ્તારી કુટુંબમાં મને નહોતું ફાવતું. કુસુમની ત્યાં અવરજવર હતી અને એણે સામેથી મને કહ્યું કે માજી, અમારે ત્યાં આવી જાવ. અમે બે જ માણસ છીએ એટલે પોટલું લઈને તમારે ત્યાં આવી ગઈ. છ મહિનાથી તમારે માથે પડી છું.' એમણે હસીને ઉમેર્યું. 'પણ તેં ઉપાધિ ઊભી કરી. હવે સાચેસાચું કહી દે કે કેટલાથી કામ ચાલશે?'
'સાત લાખમાં પ્રોબ્લેમ પતી જશે.' ચંદ્રેશે ઉત્સાહથી કહ્યું. 'દસ મહિનામાં પૈસા પાછા આપી દઈશ. ત્યાં સુધી તમારે મહિને સાડા ત્રણ હજાર નહીં આપવાના.'
બીજા દિવસે સવારે લીલાબાની સાથે ચંદ્રેશ પોસ્ટઑફિસ ગયો. દીકરીએ સાત લાખ આપીને ચાલુ કરાવી આપેલી માસિક આવક યોજના બંધ કરાવી. એ ચેકના પૈસા ખાતામાંથી રોકડા ઉપાડીને લીલાબાએ ચંદ્રેશના હાથમાં આપ્યા. 'હવે તો તારા ઘરનો આશરો એ જ મારી મૂડી. બાકી, સાવ ઠન ઠન ગોપાલ બની ગઈ!'
દસ દિવસ પછી રોજની જેમ લીલાબા સાંજે મંદિરેથી આવ્યા ત્યારે કુસુમ અને ચંદ્રેશ રાહ જોઈને બેઠા હતા. 'લીલાબા! જવાબ આપો.' કુસુમે કડકાઈથી પૂછયું. 'મારા દાગીના ચોરીને ક્યાં સંતાડયા છે?'
માથે વીજળી પડી હોય એમ લીલાબા ધ્રૂજી ઉઠયા. 'શેના દાગીના અને શેની ચોરી? આ તું શું બોલે છે?'
'એ બધું પોલીસ સમજાવશે.' ચંદ્રેશ તાડૂક્યો. 'સગી માની જેમ સાચવીએ છીએ તોય ધાપ મારી?કાન ખોલીને સાંભળી લો. ચાર દિવસની મુદત આપું છું. દાગીના પાછા લાવી આપો. આ ઉંમરે પોલીસ તમને ઝૂડી નાખે એવું નથી કરવું.'
'અલ્યા, તું મરવા તૈયાર થયો હતો ત્યારે સાત લાખ મેં આપેલા એ ભૂલી ગયો?'
'ક્યા સાત લાખ?' કુસુમ અને ચંદ્રેશ એક સાથે બોલ્યા. 'કોઈ સપનું આવેલું તમને? તમારી પાસેથી રૂપિયા લેવાની અમારે શું જરૂર? રૂપિયા આપ્યાનો કોઈ પુરાવો છે તમારી પાસે?'
લીલાબાનું મગજ ચકરાઈ ગયું. ઝઘડાનું નાટક કરીને આ બંનેએ પોતાને ધૂતી લીધી છે અને હવે ચોરીનો આરોપ મૂકીને ભગાડવા માગે છે એ સત્ય સમજાયા પછી પારાવાર પસ્તાવો થતો હતો. ચાર દિવસની મુદત યાદ કરાવીને પેલા બંને એમના રૂમમાં ઘૂસી ગયા.
આ દશામાં મદદ કોણ કરે? આ ધૂતારાઓને ધમકાવીને સાત લાખ કોણ પાછા અપાવે? બીજી સવારે મંદિરના ઓટલે બેસીને વિચારતી વખતે લીલાબાને એક નામ યાદ આવ્યું.બાળસખી કમળા એકાદ વર્ષ અગાઉ અચાનક ભટકાઈ ગઈ હતી ત્યારે એણે કહેલું કે એનો દીકરો મહેન્દ્ર બાવળા પોલીસ ખાતામાં છે.મહેન્દ્ર ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે પોતે જોયેલો. અત્યારે તો એ ભડભાદર જમાદાર બની ગયો હશે. કમળાનું નામ આપીશ તો એ મદદ કરવા દોડતો આવશે એવા વિશ્વાસ સાથે એમણે પાલડીથી બાવળાની બસ પકડી.
બાવળા પોલીસ સ્ટેશનના ગેટ પાસે ઊભેલા કોન્સ્ટેબલ પાસે એ અટક્યા. 'અહીં કોઈ મહેન્દ્ર નોકરી કરે છેને? એને મળવું છે.' એમણે પૂછયું.
'આ રીતે તુંકારે ના બોલાવાય, માજી, એ સૌથી મોટા સાહેબ છે.' ઈન્સ્પેક્ટરની ચેમ્બર તરફ આંગળી ચીંધીને એણે સલાહ આપી. 'ગરમ ખોપડી છે. વિવેકથી વાત કરજો.'
એને જવાબ આપ્યા વગર લીલાબા સડસડાટ ચેમ્બરમાં ઘૂસ્યા. ઈન્સ્પેક્ટર મોબાઈલ પર વાત કરતો હતો. લીલાબાની ઉંમર અને ગરીબડું મોઢું જોઈને એણે ઈશારાથી ખુરસીમાં બેસવાનું કહ્યું.
વાત પૂરી કરીને એણે મોબાઈલ મૂક્યો કે તરત લીલાબા ખુરસીમાં અડધા ઊભા થઈ ગયા. 'બેટા મહેન્દ્ર, તું ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે તને જોયેલો. તારી મા કમળા અને હું એક જ શેરીની ધૂળમાં સાથે રમીને મોટા થયેલા. તારા બાપા વિનુભાઈ પણ મને ઓળખે. ગયા વર્ષે ભાગવત સપ્તાહમાં કમુ મળી ગયેલી ત્યારે એણે વટથી કહેલું કે મારો દીકરો પોલીસ ખાતામાં છે.'
ઉત્સાહથી આટલું બોલ્યા પછી એ હાંફી ગયા.અવાજ ઢીલો થઈ ગયો. ઈન્સ્પેક્ટરે પાણીનો ગ્લાસ એમની સામે લંબાવ્યો. પાણી પીધા પછી લીલાબાએ દયામણી નજરે ઈન્સ્પેક્ટર સામે જોયું. કુસુમ અને ચંદ્રેશે કઈ રીતે સાત લાખ ખંખેરી લીધા અને એ પછી ઘરેણાંની ચોરીનો ખોટો આરોપ મૂકીને ધમકી આપી એ આખી કથા કહેતી વખતે રડી પડયા. ભીની આંખે જ ઈન્સ્પેક્ટર સામે હાથ જોડીને એમણે ઉમેર્યું. 'બેટા મહેન્દ્ર, ઉપર ઈશ્વર અને અહીં તું- તમારા બેનો જ આશરો છે મારે. ભોળપણનો લાભ લઈને એ ભમરાળાએ ભિખારણ બનાવી દીધી.'
કોન્સ્ટેબલ ચા લઈને આવ્યો. લીલાબા ચા પીતા હતા ત્યારે ઈન્સ્પેક્ટરે એમને ધરપત આપી. 'હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવા ચિટરની ચોટલી પકડતાં મને આવડે છે. સરનામું સમજાવી દો અને આરામથી ઘેર જાવ. એ લોકો જોડે અત્યારે તમે માથાકૂટ ના કરતા. હું સાંજે આવીશ. એ હીરો સાંજે ઘેર કેટલા વાગ્યે આવે છે?'
લીલાબાના ચહેરા ઉપરની ઉદાસી હવે ઓગળી ગઈ હતી.
'મોડામાં મોડો સાત વાગ્યે તો આવી જ જાય છે.' એમણે માહિતી આપીને વિદાય લીધી.
લીલાબા પાછા ઘેર આવીને ચૂપચાપ પોતાના રૂમમાં બેસી રહ્યા.
સાંજે સાત વાગ્યે ચંદ્રેશ ઘેર આવ્યો. થોડી વાર પછી ત્રણેયની થાળી પીરસીને કુસુમે લીલાબાને બોલાવ્યા. ઓરડામાંથી બહાર આવીને લીલાબાએ જમવાનું શરૂ કર્યું કે તરત કુસુમે એમની સામે જોયું. 'આ ચાર દિવસ જલસાથી જમી લો. પછી જેલમાં તો બળેલી રોટલી ને પાણી જેવી દાળ જ મળવાની છે.'
એને કશો જવાબ આપ્યા વગર લીલાબાએ ચૂપચાપ જમી લીધું.
જાણે સીધી ઘરમાં જ ઘૂસાડવાની હોય એ રીતે ધમધમાટ કરતી બુલેટ મોટરસાઈકલ છેક બારણાં સુધી ધસી આવી એટલે ચંદ્રેશ ચમક્યો. કમરે રિવોલ્વર સહિત પૂરા યુનિફોર્મમાં સજ્જ ઈન્સ્પેક્ટર વટથી ઘરમાં પ્રવેશ્યો એ જોઈને એ પતિ-પત્નીની આંખો ફફડાટ અને આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
'આ જ નમૂના છેને?' ઈન્સ્પેક્ટરે લીલાબાને પૂછયું. લીલાબાએ હકારમાં માથું હલાવ્યું. એની સાથે જ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ તરફ ધસ્યો. વીજળીવેગે એનો કસરતી હાથ વીંઝાયો અને જોરદાર તમાચાનો અવાજ આખા ઓરડામાં પડઘાયો. અણધાર્યા જોરદાર પ્રહારથી ચંદ્રેશ લથડીને નીચે પડયો. એ જોઈને કુસુમે ચીસ પાડી. એની સામે ધ્યાન આપ્યા વગર ઈન્સ્પેક્ટરે ચંદ્રેશના વાળ ખેંચીને એને ઊભો કર્યો અને માત્ર પોલીસવાળા જ મારી શકે એવો જોરદાર ગુંબો એના પેટમાં માર્યો. અસહ્ય પીડાથી અમળાઈને ચંદ્રેશ ફરીથી ફસડાઈ પડયો.
'ગેટ રેડી..' ઈન્સ્પેક્ટરે ચપટી વગાડીને સખ્તાઈથી આદેશ આપ્યો. 'દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવવાની છેને? ફટાફટ તૈયાર થઈ જાવ..'
ડઘાઈ ગયેલા ચંદ્રેશ અને કુસુમ સામે જોઈને એણે કરડાકીથી ઉમેર્યું. 'અત્યારે જ એ વાતનો ફેંસલો કરી નાખવાનો છે. આ મારી બાએ તમારા દાગીના ચોર્યા છે એવી જ ફરિયાદ નોંધાવવાની છેને?'
ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને એણે ચંદ્રેશ અને કુસુમ સામે જોયું.'આપણે પોલીસ સ્ટેશન જવાનું છે કે પોલીસને અહીં બોલાવું? દસ કોન્સ્ટેબલ આવીને અડધા કલાકમાં આખું ઘર ફેંદી નાખશે. અબઘડી ફેંસલો..' એણે કચકચાવીને ચંદ્રેશની બોચી પકડી. લીલાબા અને કુસુમની હાજરીની પરવા કર્યા વગર કાનમાંથી કીડા ખરી પડે એવી બે ગાળ બોલીને એણે તમાચો મારવા હાથ ઉગામ્યો. 'મોઢામાં મગ ભર્યા છે,(ગાળ)? જલદી બોલ.'
એનો કદાવર હાથ ફરીથી તમાચા માટે ઊંચો થયો કે તરત કુસુમ આડી આવી ગઈ. બે હાથ જોડીને વરદીનું ગૌરવ વધાર્યું ઈન્સપેક્ટરે

એનો કદાવર હાથ ફરીથી તમાચા માટે ઊંચો થયો કે તરત કુસુમ આડી આવી ગઈ. બે હાથ જોડીને એનો કદાવર હાથ ફરીથી તમાચા માટે ઊંચો થયો કે તરત કુસુમ આડી આવી ગઈ. બે હાથ જોડીને એ ઈન્સ્પેક્ટરને કરગરી. 'હવે મારતા નહીં, સાહેબ, પ્લીઝ, ભૂલ થઈ ગઈ.'
ચંદ્રેશે પણ હાથ જોડયા. 'સરતચૂકથી દાગીના બીજા કબાટમાં મૂકાઈ ગયા હતા, એની હમણાં ખબર પડી. આ માજી તો દેવી સમાન છે. બે હાથ ને ત્રીજું માથું નમાવીને એમની ને તમારી માફી માગું છું, સાહેબ! ગેરસમજમાં બહુ મોટો અપરાધ કરી નાખ્યો છે.'
'સાંભળ..' પોતાના જમણા હાથની પહેલી બે આંગળીથી ચંદ્રેશની હડપચી ઊંચી કરીને વહેરી નાખે એવા ધારદાર અવાજે ઈન્સ્પેક્ટરે ધમકી આપી. 'નારણપુરાના વૃધ્ધાશ્રમમાં વાત કરી લીધી છે. આ માજીને ત્યાં વી.આઈ,પી.ની જેમ રાખશે. કાલે સાંજે આ જ ટાઈમે એમને લેવા આવીશ. એ વખતે એમના સાત લાખ પણ તૈયાર રાખજે. આજે માત્ર ટ્રેલર બતાવ્યું છે. પૈસા નહીં મળે તો કાલે આખું પિક્ચર બતાવીશ. સમજણ પડી?'
હકારમાં માથું હલાવીને ચંદ્રેશે હાથ જોડયા. સ્તબ્ધ કુસુમ તો ક્યારનીયે હાથ જોડીને ઊભી હતી. ઈન્સ્પેક્ટરે લીલાબા સામે હાથ જોડયા અને બાઈક સ્ટાર્ટ કરી.
બીજી સાંજે વૃધ્ધાશ્રમના રૂમમાં લીલાબા ગળગળા થઈને ઈન્સ્પેક્ટરનો આભાર માનતા હતા.
'આમાં આભાર માનવાનો ના હોય, માજી! આ તો મારી ફરજ હતી. ગાયના મોઢામાંથી કોઈ પૂળો ઝૂંટવી જતું હોય, એ જોયા પછી ક્ષત્રિય તરીકે મારો ધર્મ બજાવવો પડે.'
'ક્ષત્રિય?' લીલાબા ચમક્યા. 'તું ક્ષત્રિય ક્યાંથી? કમુ અને વિનુભાઈ તો સોની છેને?'
'એ મહેન્દ્ર સોની અમારે ત્યાં કોન્સ્ટેબલ હતો. છ મહિના પહેલા પોલીસ જીપને અકસ્માત થયેલો એમાં બીજા બે કોન્સ્ટેબલ સાથે એ અવસાન પામેલો.'
આશ્ચર્યથી તાકી રહેલા લીલાબા સામે જોઈને એણે ખુલાસો કર્યો.'હું તો મહેન્દ્રસિંહ જાડેજા છું, માજી! એ દિવસે બહુ મોટી આશા લઈને તમે આવ્યા અને મને મહેન્દ્ર માનીને ડબ ડબ આંસુએ રડી પડયાં ત્યારે થયું કે સ્વર્ગવાસી સાથીના સંબંધનું સન્માન જળવાવું જોઈએ. વળી,તમારી વાતમાં સચ્ચાઈ હતી.'
એણે હળવે રહીને હાથ જોડયા. 'કોના આશીર્વાદથી આવી મોભાદાર નોકરી મળી છે એ તો ખબર નથી, પણ આ નોકરીમાં છેક સુધી આવી જ ખુમારી જળવાઈ રહે એવા આશીર્વાદ આપજો.'
એ ભીના અવાજે બોલતો હતો અને લીલાબા ભીની આંખે એની સામે તાકી રહ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ITEhHt
ConversionConversion EmoticonEmoticon